સ્ત્રીના જનન-અવયવોનું સ્વાથ્ય Female Genital Health

Join Whatsapp Group Join Now

સ્ત્રીના જનન-અવયવોનું સ્વાથ્ય Female Genital Health

આજનો ટોપીક – સ્ત્રીના જનન-અવયવોનું સ્વાથ્ય Female Genital Health : નારીનાં માતૃપદનાં અંગો ખૂબ અટપટાં અને શરીરમાં એકબીજાની ખૂબ નજીક નજીકમાં આવેલાં છે. સ્ત્રીની યોનિ, મળદ્વાર અને મૂત્રમાર્ગ એકબીજાની એટલાં નજીકમાં છે કે સ્ત્રીએ એ ભાગોની સ્વચ્છતા માટે સતત ધ્યાન રાખવું પડે છે. કેટલીક સ્ત્રીઓનાં ગુપ્તાંગોની અસ્વચ્છતા ઘણીવાર ચીતરી છૂટે એવી હોય છે. ગુપ્તાંગો પર છવાયેલા વાળને દૂર કરવા માટે મહિનાઓના મહિના સુધી ફુરસદ મળતી નથી. એ વાળમાં મેલ, પરસેવો અને સફેદ જૂ ભારે ત્રાસ વર્તાવે છે. ગુપ્તાંગોના વાળ દૂર કરવા માટે નુકસાનકારક રસાયણો, તેલ અને ઝેરી સાબુનો ઉપયોગ કરવામાં આવે છે. એ પદાર્થો યોનિ અને યોનિહોઠની કોમળ ચામડીને ભારે નુકસાન પહોંચાડી કાળી કરી મૂકે છે.

પ્રકૃતિએ ગુપ્તાંગ, યોનિ અને તેની આસપાસની જગ્યા સુંદર, મુલાયમ અને નયનરમ્ય બનાવી છે. સ્ત્રીએ બેદરકાર બનીને યોનિ આસપાસની જગ્યાને ભ્રષ્ટ બનાવી છે. ભાગ્યે જ કોઈ સ્ત્રી હશે જેની જાંગની ફાટ અને કેશભૂમિની આસપાસ દરાજનાં ચકરડાં ન હોય. દરાજનાં ગંદા ધાબાં, કાળાં-લાલ ચકરડાં, અને પાણીઝરતાં ચામડીનાં દર્દોની કલ્પના કરો. ઘણા પતિઓ અત્યંત દુ:ખી બની કહે છે :

“દાક્તર ! સંભોગ વખતે પત્નીની યોનિમાંથી એવી દુગંધ આવે છે કે, સંભોગનું કાર્ય નરકની વાતના બની જાય છે. ઘણીવાર શિશ્ન ઉત્થાન ચાલ્યું જાય છે.”

સ્ત્રીના જનન અવયવોની સ્વચ્છતાની સાદી વાતો

 • યોનિ અને કેશભૂમિ ઉપરના વાળ નિયમિત કાપતા રહો. એ માટે કોઈપણ પ્રકારનાં રસાયણો, તેલ કે વાળ કાઢવાના સાબુનો ઉપયોગ કરવો નહિ.
 • બને ત્યાં સુધી જનનેન્દ્રિયોને છેડશો નહિ. ગુપ્તાંગોને ખંજવાળતા રહેવું, એ એક અસામાજિક, અશિષ્ટ અને ગંદું કામ છે. એ ગુપ્તાંગોની અસ્વચ્છતાની સજા છે.
 • સ્ત્રીનું મૂત્રછિદ્ર અને મળદ્વાર એ બે વચ્ચે સ્ત્રીનું યોનિમુખ આવેલું છે. પેશાબની ધાર યોનિમુખ પર પડે છે. મૂત્રની કોઈપણ વિક્રિયાની અસર યોનિ પર થાય છે. મૂત્રના ક્ષારો યોનિમુખ આસપાસ ચોંટે છે. આથી પેશાબ કર્યા પછી યોનિ આસપાસના ભાગો ઠંડા પાણીથી ધોવા જોઈએ. યોનિમુખ-મળદ્વારના મુખની પાસે જ આવેલું છે.
 • ભારતમાં મળત્યાગ પછી મળદ્વારને પાણીથી ધોવાનો રિવાજ છે. “પાછળથી આગળ હાથ લાવી” મળદ્વાર સામાન્ય રીતે જોવામાં આવે છે. પરિણામે મળનાં રજકણો, ગંદકી અને જંતુઓ યોનિમાં પ્રવેશે છે. સ્ત્રીઓએ મળદ્વાર ધોવા માટે હાથને યોનિ તરફ આગળ લાવવાને બદલે પાછળ નિતંબ તરફ લંબાવવો જોઈએ. સંડાસમાં ગયા પછી યોનિને ઠંડા પાણીથી ધોવી જોઈએ.
 • સ્નાન કરતી વખતે સ્ત્રીએ યોનિ અને તેના આસપાસના ભાગોને સારી રીતે મસળીને ધોવા જોઈએ. સ્વસ્થ યોનિમાંથી કેટલાંક રસાયણો નિયમિત ઝરતા રહે છે. માસિક સ્રાવ પહેલાં અને પછી એ સ્રાવો વધુ પ્રમાણમાં ઝરે છે. યૌન ઉશ્કેરાટ વખતે યોનિમાં રહેલી ગ્રંથિઓમાંથી ચીકણો સ્રાવ મોટા પ્રમાણમાં ઝરે છે. સ્નાન કરતી વખતે યોનિના બને હોઠો આંગળાં વડે પહોળા કરી, ઠંડા પાણીની છાલક યોનિ અંદરના ભાગોમાં મારવી જોઈએ.
 • સ્ત્રીનાં મદનાંકુર આસપાસ ગંદો, ચીકણો અને ગંધાતો પદાર્થ નિયમિત જમા થતો રહે છે. એ પદાર્થ રોજ રોજ ધોઈને સારી રીતે સાફ કરવો જોઈએ. મદનાંકુર પર ચીકણા પદાર્થોના થર જામતા રહે તો એમાંથી અત્યંત ધૃણાસ્પદ દુર્ગધ આવે છે. એ પદાર્થને કારણે સ્ત્રીને સંભોગ વખતે ઉત્તેજનાનો અનુભવ થતો નથી.
 • સ્થૂળ સ્ત્રીને વધારે પડતો, વિજાતીય દ્રવ્યોથી ભરેલો પરસેવો થાય છે. સ્થૂલ સ્ત્રીને યોનિમાં એક પ્રકારની દાહ અને ખંજવાળની લાગણી થતી રહે છે. સ્થૂળતાને કારણે કેટલાક સ્રાવો યોનિમાં વધુ પ્રમાણમાં ઝરે છે. યોનિમાં ઉત્પન્ન થતું અમ્લતાવાળું રસાયણ બોર્ડોલિન-ગ્રંથિઓનો સ્રાવ, મદનાંકુરની ચીકાશ એ ત્રણે મળી સ્ત્રીની યોનિમાં એક પ્રકારની ગોઝારી પ્રક્રિયા કરે છે.
 • કેટલીક સ્ત્રીઓમાં યોનિ સાફ કરવાની ઘેલછા હોય છે. એ સ્ત્રીઓ વારંવાર યોનિ સાફ કરતી રહે છે. રોજ રોજ ગુપ્તાંગોના વાળ દૂર કરતી, દિવસમાં ૧૫-૨૦ વખત અકારણ યોનિ ધોતી રહેતી અને કારણ-અકારણ યોનિમાં શ લેતી રહેતી સ્ત્રીઓની સંખ્યા ઘણી મોટી જ છે. આવી સ્ત્રી સંભોગસુખથી વંચિત રહે છે.
 • સ્ત્રીએ યોનિ આસપાસ પહેરવાનાં કપડાં – ચરી, ચણિયો રોજ ધોયેલાં પહેરવાં જોઈએ. માસિક સ્રાવ વખતે અને પછી યોનિની સ્વચ્છતા પર પૂરતું ધ્યાન આપવું.
 • સ્ત્રીએ યોનિની આસપાસ વાપરવાના સાબુનો ખૂબ ખ્યાલ રાખવો. એ સાબુ દાહક પદાર્થો અને અયોગ્ય રસાયણના મિશ્રણવાળો હોવો ન જોઈએ.
 • તમારા પતિ પાસે કદી પણ અસ્વચ્છ શરીર, ગંદાં કપડાં અને મેલાઘેલા ચહેરા સાથે જશો નહિ. શયનગૃહમાં પ્રવેશતાં પહેલાં મોટું, બગલ અને યોનિ આસપાસના ભાગો સારી રીતે ધોઈ, લૂછી અને સારી જાતનો પાવડર લગાડીને જ જજો.

Join Telegram Join Now

I love things to do with WordPress, Digital Marketing. Blogging has been my Passion. In my free time, I enjoy watching Series and Movies.

Leave a Comment