સ્ત્રી માટે સંયમનો સવાલ The question of restraint for the woman

Join Whatsapp Group Join Now

ગુજરાતી ભાષામાં એક કહેવત છે.

“ડોસો કુંવારો રહે પણ ડોશી કુંવારી ન રહે.”

સ્ત્રી માટે સંયમનો સવાલ

પુરુષ માટે યૌન-સેક્સ એક શરત છે, જ્યારે સ્ત્રી માટે એ જીવન છે. પુરુષ-પુરુષત્વ વિના જીવી શકે છે પણ સ્ત્રી-સ્ત્રીત્વ વિના જીવી શકતી નથી. સંયમ, બ્રહ્મચર્ય પુરુષ માટે સાધના છે પણ સ્ત્રી માટે આરાધના નથી. પ્રકૃતિએ સ્ત્રીના નિર્માણ સાથે માતૃત્વનું પણ નિર્માણ કર્યું છે.

સ્ત્રીનું આજીવન કૌમાર્ય પ્રકૃતિ સામેનો વિરોધ છે. સ્ત્રી પર પરાણે લાદવામાં આવેલું વૈધવ્ય, સ્ત્રી-જીવનના પ્રાકૃતિક હકો પર તરાપ છે. જાતીય-જીવન માટે ટેવાયેલી સ્ત્રી માટે સંયમ, ભૂખ્યા માટે ઉપવાસની સલાહ છે. પુરુષનિર્મિત સમાજ- વ્યવસ્થામાં સ્ત્રીની ભાવના, લાગણી અને આંતરિક માગણીઓને અનાદિ કાળથી ઠોકરે ચઢાવવામાં આવે છે. સામાજિક અવ્યવસ્થાને કારણે સ્ત્રી પર ફરજિયાત સંયમ લાદવામાં આવે છે.

દહેજ પ્રથા, છોકરાઓની અછત, યોગ્ય મુરતિયાનો અભાવ, ખાનદાનીનો સવાલ ઇત્યાદિ અનેક કારણોને લીધે સ્ત્રીઓને આજકાલ ફરજિયાત કૌમાર્ય પાળવું પડે છે. એ સ્ત્રીઓ અનેક પ્રકારની શારીરિક અને માનસિક ફરિયાદો કરતી રહે છે. આમાંની ઘણીખરી સ્ત્રીઓ હસ્તમૈથુન, સ્વજાતીય-મિલન કે અન્ય યૌન-વિકૃતિઓનો શિકાર બને છે. પત્ની બનવાની, માતૃત્વ પ્રાપ્ત કરવાની અદમ્ય ભૂખ સ્ત્રીઓને ખૂબ સતાવે છે.

આ શારદાને જુઓ. આજકાલ છોકરીઓ ખૂબ મોટી ઉંમરે પરણવા ઇચ્છે છે. મોટી ઉંમરે પેદા થયેલાં બાળકો અનેક પ્રકારની ત્રુટિઓ અને અસહીસલામતીની લાગણીવાળાં હોય છે. સારો મુરતિયો મળશે એ આશામાં મા-બાપ એને ભણાવે છે. પણ ડિગ્રી લીધા પછી ખ્યાલ આવે છે કે, ન્યાતમાં ભણેલા છોકરાઓ મોટું દહેજ મેળવી ચપોચપ ઊપડી ગયા છે. શારદા ૨૭ વરસની ઉંમર સુધી સૂકલકડી અને સુંદર હતી. પણ છેલ્લાં બેત્રણ વ માં એ જાડી થઈ ગઈ છે. એની સ્થૂળતાએ એના કૌમાર્યને આજીવન ફરજિયાત બનાવી મૂક્યું છે.

યૌન – બળવાન સહજ વૃત્તિ છે. એ બળવાન વૃત્તિ યોગ્ય રીતે સંતોષાતી નથી ત્યારે અયોગ્ય અને વિકૃત બને છે મોટી ઉંમર સુધી કુંવારી રહી ગયેલી અને ફરજિયાત વૈધવ્ય પાળતી સ્ત્રીઓ ખાઉધરી બની જાય છે. એ સ્ત્રીઓ યોનિ-મુખના સુખનું રૂપાંતર મુખ-સુખમાં કરે છે. ઘણી સ્ત્રીઓ દાંપત્યજીવનમાં પતિની નિર્બળતાને કારણે અસંતુષ્ટ રહે છે. એ અસંતોષ ભૂખની વૃત્તિ દ્વારા સંતોષ મેળવી લે છે.

સ્ત્રીની યોન-વૃત્તિની-સહજવૃત્તિને યોગ્ય સમયે માર્ગ ન મળે તો એના સ્ત્રીત્વ પર ગંભીર અસર થાય છે. સ્ત્રી-શરીરમાં કામ કરતાં અને સ્ત્રીત્વનું નિર્માણ કરતા અંતઃસ્ત્રાવો પર એની પ્રત્યાઘાતી અસર થાય છે. એવી સ્ત્રીમાં પુરુષત્વ નિર્માણ કરનાર અંતઃસ્રાવો પ્રબળ બને છે. સ્ત્રીના મુખની કોમળતા, મુલાયમતા અને સ્નિગ્ધતા અદૃશ્ય થાય છે અને પુરુષત્વનાં ચિહ્નો મુખ પર પ્રકટ થવા લાગે છે. કેટલીક સ્ત્રીઓના મોઢા પર વાળની રુંવાટીઓ મોટા પ્રમાણમાં ઊગે છે. સ્તન, નિતંબ ઇત્યાદિ અવયવો પર પણ ફરજિયાત કૌમાર્યની દુષ્ટ છાયા દેખાય છે. અતૃપ્ત પત્ની, ત્યક્તા, ફરજિયાત કૌમાર્ય અને વૈધવ્ય પાળતી સ્ત્રીઓમાં પાંડુરોગ, હિસ્ટીરિયા, જ્ઞાનતંતુઓનાં દદ, પ્રદર અને પાચનતંત્રની અવ્યવસ્થા ઇત્યાદિ ફરિયાદો ખૂબ વ્યાપક હોય છે.

સ્ત્રીમાં પ્રેમની ભૂખ એટલી તો બળવાન હોય છે કે સ્ત્રીનું એના વિના જીવવું અસંભવિત બની જાય છે. આથી જ પરણેલી સ્ત્રીઓ કરતાં કુંવારી સ્ત્રીઓ, વિધવા, ત્યક્તાઓ જલદી મરે છે અને જીવન દરમિયાન અનેક રોગોનો શિકાર બને છે. નિઃસંતાન સ્ત્રી કરતાં સંતાનવાળી સ્ત્રીનું આયુષ્ય લાંબુ હોય છે. દાંપત્યજીવન સ્ત્રીત્વની પ્રથમ અને આખરી શરત હોય છે. એ શરતભંગ એના નિર્માતા ઈશ્વરના કાયદાનું અપમાન છે.

સ્ત્રીનાં યોગ્ય ઉંમરે લગ્ન ન કરવામાં આવે તો તે અનેક શારીરિક અને માનસિક ફરિયાદોનો, વિકૃતિઓનો શિકાર બને છે. સ્ત્રીનું નિર્માણ માતા બનવા થયું છે. માતૃત્વ સ્ત્રીની શાન અને શોભા છે. જે સ્ત્રી માતૃત્વનો અનાદર કરે છે, તે સ્ત્રી તેના નિર્માતા ભગવાનનો અનાદર કરે છે. સ્ત્રીત્વ અને માતૃત્વ સ્ત્રી- જીવનના સિક્કાની બે બાજુ છે.

સ્ત્રી માટે સંયમનો સવાલ

 


Join Telegram Join Now

I love things to do with WordPress, Digital Marketing. Blogging has been my Passion. In my free time, I enjoy watching Series and Movies.

Leave a Comment